Junagadh

ચંદ્ર ફરતે કુંડાળું થતાં સપ્તાહ સુધી 2 થી 5 ઈંચ વરસાદનો યોગ, વંથલી વર્ષ વિજ્ઞાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
ગઈકાલે રાત્રે ચંદ્ર ફરતે મોટું કુંડાળું દેખાતા વંથલી વર્ષા વિજ્ઞાન મંડળે સારા વરસાદના સંકેત આપ્યા. આજે વહેલી સવારથી સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. આગામી એક અઠવાડિયામાં 2થી 5 ઇંચ વરસાદની આગાહી છે. અમરેલી-ભાવનગરમાં વધુ વરસાદની શક્યતા છે, જેનાથી ગરમીમાં રાહત મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચંદ્ર ફરતે કુંડાળું થતાં સપ્તાહ સુધી 2 થી 5 ઈંચ વરસાદનો યોગ, વંથલી વર્ષ વિજ્ઞાન મંડળના સભ્યનું પૂર્વાનુમાન

Saurashtra weather forecast: ગઈકાલે રાત્રે આકાશમાં ચંદ્રની આસપાસ એક મોટું કુંડાળું (તેજોવલય) જોવા મળ્યું હતું, જેને વંથલી વર્ષા વિજ્ઞાન મંડળના સભ્યો આગામી દિવસોમાં સારો વરસાદ આવવાનો સંકેત માની રહ્યા છે. આ ખગોળીય ઘટના બાદ આજે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. હવામાનના પૂર્વાનુમાન મુજબ, આ કુંડાળાના પ્રભાવથી સૌરાષ્ટ્રમાં આગામી એક અઠવાડિયા દરમિયાન 2થી 5 ઇંચ સુધીનો સારો વરસાદ વરસી શકે છે. આ વરસાદી માહોલને કારણે લોકોને હવે અસહ્ય ગરમી અને બફારામાંથી મોટી રાહત મળશે અને તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે.

બદલાતું વૈશ્વિક ઋતુચક્ર

વર્તમાન સમયમાં વૈશ્વિક સ્તરે ઋતુચક્રમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે, જેના કારણે હવે ઉનાળો અને શિયાળો પોતાના નિયત સમય કરતાં મોડા શરૂ થાય છે. આ જ રીતે ચોમાસું પણ પોતાના નિયમિત સમય કરતાં અંદાજે બે સપ્તાહ જેટલું મોડું ચાલી રહ્યું છે, છતાં કુદરત પોતાની વ્યવસ્થા મુજબ સમયસર પહોંચી જાય છે.

ચંદ્રની આસપાસ દેખાયું મોટું કુંડાળું, વર્ષાવિજ્ઞાન મંડળે આપ્યા સારા સંકેત

વર્ષાવિજ્ઞાન મંડળના સભ્ય રમણિકભાઈ વામજાના જણાવ્યા અનુસાર, આકાશમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ આવવાના ચિહ્નો (કસ) દેખાતા હતા. આ દરમિયાન ગઈકાલે રાત્રે 12:00થી 1:15 વાગ્યાની વચ્ચે ચંદ્રની આસપાસ એક મોટું કુંડાળું તૈયાર થયું હતું. આ સાથે જ પવનની દિશામાં પણ સાનુકૂળ પલટો આવ્યો છે, જેને આપણી તળપદી ભાષામાં 'ભુર' પવન કહેવામાં આવે છે. આ તમામ બદલાતા કુદરતી સંકેતોના આધારે એવું મજબૂત અનુમાન છે કે, આગામી અઠવાડિયામાં એટલે કે 7 જુલાઈ સુધીમાં સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં 2થી 5 ઇંચ જેટલો સારો વરસાદ વરસી શકે છે.

અમરેલી-ભાવનગરમાં વધુ વરસાદની સંભાવના

અમરેલી અને ભાવનગર પંથકમાં વધુ વરસાદ પડવાની સંભાવના છે. આગામી સપ્તાહ દરમિયાન તમામ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થવાના યોગ છે નદી નાળામાં નવા નીર આવશે અને ગરમીનું પ્રમાણ ઓછું થશે. હાલ આદ્રા નક્ષત્ર છે આ નક્ષત્રમાં વાવણી થાય તો ઉત્પાદન સારું થાય છે. નવરાત્રીમાં પણ વરસાદ થવાના સંજોગ છે.